સુરત જિલ્લામાં કુલ 16 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવી હતી. અહીં ભાજપ અને આપ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો, સુરત જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે 15 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. સુરત જિલ્લામાં આ વખતે આમ આદમી પાર્ટીનું જોર વધ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો. હવે જોવું રહ્યું કે, આપ આ ચૂંટણીમાં કેવી પ્રદર્શન કરે છે.
શરૂઆતી વલણમાં ભાજપનો ઝંડો લહેરાયો
શરૂઆતનાં વલણ પ્રમાણે, સુરતના મજુરામાં હર્ષ સંઘવી 29 હજાર જેટલા મતોથી આગળ જઇ રહ્યા છે. જ્યારે કતારગામમાં ગોપાલ ઇટાલિયા હાર તરફ પહોંચી ગયા છે.
સુરતમાં મતગણતરી ખોરવાઇ
સુરતમાં એસ.વી.એન.આઇ.ટી કોલેજ ખાતે 6 વિધાનસભા બેઠકોની મતગણતરી થઇ રહી છે. ત્યારે વરાછા બેઠકના મત ગણતરીના સ્થળે વ્યવસ્થાનો અભાવની ફરિયાદો સામે આવી રહી છે. વ્યવસ્થાના અભાવના કારમે મત ગણતરી ખોરવાઇ રહી છે. મતદાન એજન્ટોને વ્યવસ્થાના અભાવે મત ગણતરી કરવા રૂમની બહાર બેસાડી મત ગણતરી કરાવામાં આવી રહી છે. જેના કારણે વરાછા બેઠકના ઉમેદવારોના એજન્ટ પરેશાન થઈ રહ્યા છે.