Published by : Rana Kajal
ભારતના હીરા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર સુરત છે. સુરતમાં 4,000 થી વધુ કટીંગ અને પોલિશિંગ એકમોમાં લગભગ 800,000 કામદારોને રોજગારી આપાય છે. પરંતુ ગયા વર્ષના નવેમ્બર મહિનાથી ભારતમાં હીરાની નિકાસમાં ઘટાડો થવા લાગ્યો છે. જેનું કારણ હીરાની ઓછી ચમક હોવાનું કહેવાય છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ડેટા અનુસાર, FY22 ના એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં 5.43 % ઘટી છે. પશ્ચિમ અને ચીનમાં કટ અને પોલિશ્ડ હીરાની ઘટતી માંગને કારણે સુરતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20,000 કામદારોની છટણી થઈ છે.આમ, નિકાસ ઘટવાને કારણે બહુ કામ ન હોવાથી કામદારો બેરોજગાર બન્યા છે.
નિકાસ ઘટવાને કારણે ઓર્ડર ઓછા મળે છે અને તેથી કામનું ભારણ ઓછું રહે છે. આથી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. કેટલાક એકમો કામકાજના દિવસોમાં કાપ મૂકે છે જેથી તેઓને કામકાજ સિવાયના દિવસોમાં કામદારોને ચૂકવણી ન કરવી પડે. આમ, છેલ્લા એક મહિનામાં સુરતમાં આશરે 20,000 હીરા કામદારોએ તેમની નોકરી ગુમાવી છે.