- બેડમિન્ટન માટે 8 રજ્યોમાંથી કુલ 162 જેટલાં ખિલાડીઓ આવ્યા
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો રાજ્યના કુલ 8 શહેરોમાં વિવિધ રમતો ચાલી રહી છે. સુરતના દિન દયાલ સ્ટેડિયમમાં આજથી બેડમિન્ટનની શરૂઆત કરવામાં આવી છે.આ ગેમ્સની શરૂઆત ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડી, અર્જુન એવોર્ડી અને ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુના હસ્તે કરવામાં આવ્યું છે. બેડમિન્ટન માટે 8 રજ્યોમાંથી કુલ 162 જેટલાં ખિલાડીઓ આવી ચુક્યા છે.

આજની આ 36મી નેશનલ ગેમ્સના બેડમિન્ટનમાં પ્રથમ મેચમાં ગુજરાતે ઉત્તરાખંડને હરાવ્યું હતું. ત્યારબાદ ગુજરાતે 2-1 થી ઉત્તરાખંડ ને માત આપી હતી. પ્રથમ સેટ હારી ગયા બાદ ગુજરાતની ટીમે કર્યું કમબેક કર્યું છે.

શહેરના મહાનગરપાલિકાના કમિશન બાંછાનિધિ પાનીએ આ બાબતે જણાવ્યુંકે, ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું સુરતમાં ખુબ જ સરસ રીતે ટેબલ ટેનિસની શરૂઆત કરવામાં આવી હતી. અને હવે આજથી બેડમિન્ટનની શરૂઆત કરવામાં આવી છે.બેડમિન્ટન માટે 8 રજ્યોમાંથી કુલ 162 જેટલાં ખિલાડીઓ આવી ચુક્યા છે.

ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. કેટલાક ખિલાડીઓ જોડે રમત પણ રમી હતી. તેમણે કહ્યું હતુ કે, આ 36મી ગેમ્સના કારણે અન્ય લોકો પણ અનેક ગેમ્સમાં જોડાવા માટે તૈયારી કરશે. એટલે ધીરે ધીરે આપણે ત્યાં અનેક ગેમ્સમાં ઘણા ખિલાડીઓ હવે જોવા મળશે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)