- ગોરાટ ઉપરાંત કુલ 15 સ્થળે સર્ચ ઓપરેશન
સુરતમાં માર્ચ એન્ડિંગ પહેલા ઇન્કમટેક્સ ફરી એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતના રાંદેર ગોરાટ વિસ્તારમાં ઉમર જનરલ નામના ઉદ્યોગપતિને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. માંડવી ખાતે આવેલા ટેક્સટાઇલ યુનિટમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ ઢગલેબંધ દસ્તાવેજો કબજે કર્યા છે. ગોરાટ ઉપરાંત કુલ 15 સ્થળે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. આમાં ઘણી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો જનરલ ગ્રુપ ટેક્સટાઇલ રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલું છે. જનરલ ગ્રુપ બ્રાન્ડેડ કંપનીઓના કપડા પણ તૈયાર કરે છે. ઇન્કમટેક્સ વિભાગના સર્ચ ઓપરેશનમાં મોટા આવકના વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે.