સુરત
આજે ચાંદી પડવો એટલે એક જાતનું સુરતીઓનો અનોખો તહેવાર છે. સુરતીઓ આજના દિવસે અલગ અલગ પ્રકારની બનાવામાં આવેલ ઘારીઓ આશરે 2 ટન ઘારી આરોગશે. સુરતીઓને બે વર્ષ બાદ આ મોકો મળ્યો છે.વેહલી સવારથી જ મીઠાઈની દુકાનોમાં ઘારી લેવા માટે સુરતીઓની ભીડ જોવા મળી રહી છે.આ વખતે કેસર, પિસ્તા, ચોકલેટ, મેગો, ઓરેંજ, માવા, અને ગોલ્ડ ઘારીઓની આજે સુરતીઓ મિજાજ માણશે.આ વખતે ઘારી મોંઘી છે પરંતુ સુરતીઓ આ મોંઘવારીમાં પણ ઉજવણી તો કરશે જ.

સુરતના ડુમસ રોડ ઉપર આજે સુરતીઓનો ઘારી મેળો જોવા મળશે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળને કારણે સુરતીઓનો ઘારી મેળો જોવા મળ્યો નથી. આજે ફરી પાછી સુરતના ડુમસ રોડ પાલ ગૌરવપથ અને અનેક જગ્યાઓ ઉપર સુરતીઓ પોતાની ઘારીનો મેળો જમાવશે. એટલેકે સુરતીઓ રસ્તાની બાજુ બેસીને ઘારી અને ભૂસાની મિજાજ માણશે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)




