Published By : Disha PJB
સુરતમાં ફરી પાછી આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કીર્તિદા સિલ્ક મિલમાં આજે 12 વાગે આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી.

ઘટનાની જાણ થતા જ સચીન ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌ કોઈ એ રાહત નો શ્વાસ લીધો હતો. તે ઉપરાંત મીલનો લાખોનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

આ બાબતે સચીન ફાયર વિભાગના ઓફિસર ચિરાગે ઠાકોરે જણાવ્યું કે, અમને ફાયર કંટ્રોલમાંથી કોલ આપવામાં આવ્યો હતો કે, સચીન જીઆઈડીસીના ખાતા નંબર 45માં આવેલ કીર્તિદા સિલ્ક મિલમાં આગ ફાટી નીકળી છે. જેથી સૌ પ્રથમ વખત અમે ત્યાં પહોંચ્યા હતા ત્યારબાદ આગ વિકરાળ હોવાથી વધુ ત્રણ ગાડીઓ બોલાવની ફરજ પડી હતી. એમ કુલ 7 જેટલી ગાડીઓ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી દોઢ કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ ન હતી. અને મીલનો લાખોનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આગ કયા કારણોસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.