Published By:- Bhavika Sasiya
- સમગ્ર ઘટના CCTVમાં કેદ….
સુરતના ઉધનામાં 50 વર્ષિય આધેડ શખ્સની ઘાતકી હત્યા થઈ હોવાની ઘટના બની હતી.
ઉધનામાં આવેલી હોટેલના કારીગરે અન્ય શખ્સ સાથે મળી હત્યાને અંજામ આપ્યો હતો. પથ્થરો અને લાતો મારીને બે શખ્સોએ રામ મહેશ તિવારી નામના શખ્સની હત્યા કરી ફરાર થયા હતા. હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પોલીસે એક શખ્સને ઉધના અને અન્ય શખ્સને મધ્યપ્રદેશથી ઝડપ્યો છે. નોધવું રહ્યુ કે, સુરતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઉધનામાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. 50 વર્ષીય આધેડને 2 શખ્સોએ પથ્થરો અને લાતો મારી મોડી રાત્રી દરમ્યાન મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવતા વિસ્તારમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં બંને શખ્સો હત્યાની ઘટનાને અંજામ આપતા જોવા મળી રહ્યા છે. હત્યા ક્યા કારણોસર કરાઈ તેની પાછળનું કારણ અંકબંધ છે. ઉધના પોલીસે એકને ઉધના અને અન્ય એક હત્યારાને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.