Home Administration સુરત : એરપોર્ટ ઉપર એક ફ્લાઈટ લેન્ડ થતી હતી તો બીજી ટેક...

સુરત : એરપોર્ટ ઉપર એક ફ્લાઈટ લેન્ડ થતી હતી તો બીજી ટેક ઓફ..! જોકે પેરેલલ ટ્રેકના અભાવે રન-વે પર બે વાર ફ્લાઇટ સામસામે થઈ…

0

Published By : Disha PJB

સુરત એરપોર્ટ પર એક ફ્લાઈટ લેન્ડ થઈ રહી હતી તો બીજી ટેકઓફની તૈયારીમાં હતી. પાંચ જેટલી ફ્લાઈટના ઓપરેટિંગ દરમિયાન બે વાર બે ફ્લાઇટ રન વે પર આમે સામે જોવા મળી હતી. એરપોર્ટ પર પેરેલલ ટેક્સી ટ્રેકનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને બીજી બાજુ ફ્લાઇટ મુવમેન્ટ પણ વધારે છે. જેના કારણે આ મુશ્કેલી પડી રહી છે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિસ્તારીકરણનું કામ ચાલી રહ્યું છે. એરપોર્ટ પર ટેક્સી ટ્રેકનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. જોકે આ કામગીરી 50 ટકા જ થઈ છે. સાથે એરપોર્ટ પર ફ્લાઇટની મુવમેન્ટ વધારે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટર્મિનલ બિલ્ડીંગ સાથે એર સાઈડ પર તેમજ પેરેલલ ટેક્સી ટ્રેક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે ઘણા સમયથી યાત્રીઓ હાલાકી ભોગવી રહી છે. યાત્રીઓ લાંબી લાઈનો લગાવીને બોર્ડિંગ પાસ મેળવી રહ્યા છે. આ સુવિધા વચ્ચે રવિવારે આશરે 2 વાગ્યાના અરસામાં દિલ્હી ફ્લાઈટ વેસુ તરફથી લેન્ડિંગ કરી ટર્મિનલ બિલ્ડીંગ સુધી પહોંચી હતી અને બીજી બાજુ કિશનગઢની ફ્લાઈટની તૈયારીમાં જ હતી.

જેને જોઈ યાત્રીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. તો બીજી બાજુ કિશનગઢની ફ્લાઈટને ટેક ઓફ માટે રાહ જોવી પડી રહી હતી. સાથે 3.10 કલાકે જ્યારે દિલ્હીની ફ્લાઈટ રન વે પર હતી. તે વખતે મદ્રાસની ફ્લાઇટ આવી ગઈ હતી. મદ્રાસ જનારી ફ્લાઇટ રાઉન્ડ મારીને ટર્મિનલ બિલ્ડીંગ સુધી પહોંચી હતી. ત્યારે પણ ફ્લાઇટને રાહ જોવી પડી હતી. આ સમગ્ર મામલે વર્કિંગ ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્ય લીનેશે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટને વધુ સુવિધાની જરૂર છે. જો કે હાલ પેરેલલ ટેક્સી ટ્રેનની કામગીરી ચાલી રહી છે, પરંતુ તે ઝડપી તૈયાર થાય એ જરૂરી છે.

આ સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટી તરફથી મળતી માહિતી મુજબ હાલ એરપોર્ટ પર વિસ્તરણની કામગીરી ચાલી રહ્યું છે. સુરત એરપોર્ટ પર એક જ રન વે છે અને ફ્લાઇટ મુવમેન્ટ વધારે છે. એક રન વે હોવાના કારણે અને બીજી મુવમેન્ટ હોવાથી એક ફ્લાઈટ જ્યારે લેન્ડ કરે છે. તેની બીજી ટેક ઓફ કરનાર ફ્લાઈટ રાહ જોતી હોય છે, જ્યારે ફ્લાઈટ લેન્ડિંગ કરી એપરેલ લિંક વે પહોંચી જાય છે, ત્યારે બીજી ટેક ઓફ કરે છે, ત્યારે આવું દ્રશ્ય જોવા મળે છે કે ફ્લાઇટ સામ સામે આવી ગઈ છે. જો કે આવું હોતું નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version