- આરોપીઓએ ફેક્ટરી ઓઇલ આપવાનું કહી 20.51 લાખ પડાવ્યા હતા.
સુરતના આરાધના ક્રિએશનના માલિક ઓઈલ લેન-વેચનો ધંધો કરે છે. વેપારીને 25386 લીટર ફેક્ટરી ઓઇલની વેચાણ કરવાનું હોવાનું કહીને વેપારી પાસેથી કાવતરું રચી તેમની પાસેથી બે ઇસmoae જીએસટી સાથે 20,81,652 રૂપિયા લઇ લીધા હતા અને તેમને ખોટું ટેક્સ ઇન્વોઇસ મોકલી આપ્યું હતું 82 રૂપિયા લિટરનું આ ઓઇલ આપવાનું કહી અને લાંબા સમયથી ઓઇલ પણ ન આપી અને રૂપિયા પણ ના આપી છેતરપિંડી કર્યા હોવાનું સામે આવતા ફરિયાદી આ મામલે સુરતના સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તારીખ 17 નવેમ્બરના રોજ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી આરોપીની સંડોવણી સામે આવતા જ પોલીસે ફરિયાદના આધારે આરોપી રોહિત પાટોડીયા,નિલેશ ભેસાણીયાની કરી ધરપકડ છે. પકડાયેલા બંને આરોપીની પૂછપરછ કરતા તેમને કાવતરું કરી ઓનલાઈન વેપારના નામે ઠગાઈ કરાવવાની કબુલાત કરતા પોલીસે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.