- એરબેગ ખુલી જતા કારમાં સવાર તમામનો આબાદ બચાવ
- કારમાં મોટું નુકસાન…
સુરતના ઉમરા વિસ્તારમાં ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા કાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ધુસી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે કોઈ જાનહાની ન થતા રાહત થઇ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સુરતના ઉમરા વિસ્તારમાં લાલ બંગલોની બાજુમાં એકાએક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર રસ્તો ભૂલી કોમ્પલેક્ષમાં રહેલા વૃક્ષના કુંડામાં ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં 5 લોકો સવાર હતા. જો કે સમયસર એરબેગ ખુલી જતાં કારમાં સવાર તમામનો આબાદ બચાવ થતા સૌ કોઈએ રાહત અનુભવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કાર અચાનક જ રસ્તો ભૂલી જતા બિલ્ડીંગના પાર્કિંગમાં ઘૂસીને દીવાલ સાથે અથડાઈ જાય છે. જો કે ક્યા કારણોસર કાર બેકાબુ થઈ ગઈ તે જાણી શકાયું નથી.ધડાકાભેર કાર અથડાતા કારમાં મોટું નુકસાન થવા પામ્યું હતું. તો કારની સાથે સાથે કોમ્પ્લેક્સ અને પાર્કિંગમાં પણ મોટું નુકસાન થયું છે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)