સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓનલાઇન વેબસાઇટ ઉપર 53 લાખ જલાખોની છેતરપિંડી કરનાર એક આરોપીની મુંબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આરોપીએ ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ ઉપરથી સુરતના કાપડના વેપારીની માહિતી એકત્ર કરી હતી.
સુરત શહેરમાં છેતરપિંડીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે.ઓનલાઇન સાઈટ પરથી ડેટા ચોરી થતાની અનેક ફરિયાદ ઉઠી રહી છે.તેવામાં સુરતના ઉધના મગદલ્લા ખાતે રહેતા જીગ્નેશભાઈ પંડિત ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા છે.તેમની ઇન્ડિયા માર્ટની કોમર્શિયલ વેબસાઈટ પરથી ભરત હીરાભાઈ ઢીલા નામના વ્યક્તિએ જીગ્નેશભાઈના વેપાર અંગેની માહિતી મેળવી તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને તેમણે 25 દિવસના ટૂંકા ગાળામાં 53 લાખથી વધુનું વિસ્કોસ કાપડ વિશ્વાસમાં લઇ ઉધાર ખરીદ્યું હતું. જોકે અત્યાર સુધી રૂપિયા નહિ ચૂકવતા આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.
આરોપી ઓગસ્ટ મહિનાની 3 તારીખથી 28 તારીખ સુધી 25 દિવસ માલ ખરીદ્યો હતો.ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા માટે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ કામે લાગી હતી.તે દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે આરોપી મુંબઈ ખાતે છે જેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તાત્કાલિક મુંબઈ પહોંચી આરોપી ભરત હીરાભાઈ ઢીલા ધરપકડ કરી તેને સુરત લાવવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ દરમિયાન સુરત ખાતે રહેતા અન્ય ચાર વેપારીઓની પણ ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ પરથી માહિતી મેળવી તેમની પાસેથી પણ કાપડ તેમજ ઈલાસ્ટિકનો માલ લઈ કુલ 9 લાખ 84 હજારથી વધુની ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે.આરોપીએ ગુજરાત અને અન્ય રાજ્યના વેપારીઓની પણ ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ પરથી માહિતી મેળવી લઇ કરોડોની ઠગાઈ કરી હોવાની શંકા સેવાઈ રહી છે હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી પૂછપરછ કરી રહી છે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)