- આ ખિલાડીઓનું શહેરી જનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું
સુરત ખાતે 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ટેબલ ટેનિસના ત્રણ ખેલાડીઓ સુરત પહોંચતા જ શહેરીજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
સુરત ખાતે આગામી 20 તારીખથી 36મી નેશનલ ગેમ્સ રમવા જઈ રહી છે ત્યારે શહેરમાં ગતરોજ રાતે 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા ટેબલ ટેનિસના ત્રણ ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. આ ત્રણે ખિલાડીઓનું શહેરીજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.તેમાં કોલકાતાની પ્રાપ્તિ સેન તથા હૈદરાબાદના બે ખેલાડીઓ શ્રીજા અલુકા અને સ્નેહિત સુરવાજુલા સુરત આવી પહોંચ્યા છે.આ ત્રણે ખિલાડીઓએ શહેરના વેસુ કેનાલ પાથ વે પર શરૂ કરવામાં આવેલ ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’ની પણ મજા મળી હતી.તથા આદિવાસી નૃત્યોના તાલે પણ ઝૂમ્યા હતા.

આ 36 માંથી કુલ 4 ગેમ સુરત ખાતે રમાડવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, 36મી નેશનલ ગેમ્સનું આયોજન આ વખતે ગુજરાતમાં કરવામાં આવ્યું છે. આ નેશનલ ગેમ્સમાં કુલ 36 ગેમ્સ રમાડવામાં આવશે. આ 36માંથી કુલ ચાર ગેમ સુરત ખાતે રમાડવામાં આવશે.ટેબલ ટેનિસ, બેડમિન્ટન,બીચ હેન્ડ બોલ અને બીચ વોલીબોલ સુરત ખાતે રમાડવામાં આવશે. આ ગેમ્સમાં ભાગ લેવા માટે વિવિધ ખેલાડીઓ સુરત આવી પહોંચ્યા છે ત્યારે ગતરોજ રાતે કોલકાતાની પ્રાપ્તિ સેન તથા હૈદરાબાદના બે ખેલાડીઓ શ્રીજા અલુકા અને સ્નેહિત સુરવાજુલા સુરત આવી પહોંચ્યા હતા. તેમનું શેરીજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

બીચ હેન્ડ બોલ અને બીચ વોલીબોલ ડુમસ બીચ ઉપર રમાડાશે
20 થી 24 સપ્ટેમ્બર દરમિયાન ટેબલ ટેનિસનું આયોજન કરવામાં આવ્યું છે તથા 1 થી 6 ઓક્ટોબર દરમિયાન બેડમિન્ટનનું આયોજન કરવામાં આવ્યું છે.આ બંને ગેમ્સ શહેરના પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઈનડોર સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે.તે ઉપરાંત 30 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર દરમિયાન બીચ હેન્ડ બોલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે 6 થી 9 ઓક્ટોબર દરમિયાન બીચ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે.આ બંને ગેમ્સ શહેરના ડુમસ બીચ ઉપર રમાડવામાં આવશે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)




