Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeસુરત ખાતે તડીપાર કરાયેલ એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો જે ડ્રગ...

સુરત ખાતે તડીપાર કરાયેલ એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો જે ડ્રગ વેચતો હોવાનું બહાર આવ્યું છે.

  • પોલીસે એમ.ડી. ડ્રગનો જથ્થો પણ કબ્જે કર્યો

સુરતમાં સતત ડ્રગ્સ વેપાર કરતા લોકો પર પોલીસ સતત તવાઈ બોલાવી રહી  છે ત્યારે પોલીસને  માહિતી મળી હતી કે સુરત રાંદેર વિસ્તારમાં રહેતો અને તડીપાર કરવામાં આવેલ ઈસમ તેના સાગરિતો  સાથે ચોરી છુપીથી ડ્રગ્સ વેપાર કરે છે  આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 3 લોકો 8 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે સુરત પોલીસ સતત નશાનો કારોબાર કરતા લોકો સામે લાલ આંખ કરી તેમના નેટવર્ક તોડી પડવાની કામગીરી કરી રહી  છે ત્યારે કેટલાક ઈસમ ચોરી છુપીથી નશાનો કારોબાર કરે છે તેવી વિગત મળતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે માહિતી મળી હતી કે રાંદેર વિસ્તારમાં રહેતા સુલ્તાનિયા જીમખાના પાસે આવેલ રાજીવ નગરમાં રહેતો અને તડીપાર કરવામાં આવેલ અલ્લારખા ઉર્ફે લાલા બરફવાળા નામનો ઈસમ તેના બે સાગરીત  અસદ સાકીર રગુની અને દર્શીલ અકલેશ્વરીયા સાથે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ ડી આર વલ્ડ મોલના ત્રીજા માળે આવેલ ફ્રાન્સ ઓયો હોટલમાં રૂમ નંબર 7 માં રોકાઈ આ વેપાર કરે છે

બાતમીના આધારે પોલીસે દરોડા પાડી આ 3 ઈસમો ઝડપી પાડ્યા હતા. પોલીસે આ ઈસમો પાસેથી  78.220 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.  અને પોલીસે 8 લાખ 54 હજાર મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(ઇનપુટ : જયેન્દ્ર પાંડે , સુરત)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security