- ઓટો રિક્ષામાં આવેલ અજાણ્યા ઇસમોએ કર્યો હુમલો.. ખભાના ભાગે ઇજા
સુરત : સુરત ખાતે પાસના ગબ્બર તરીકે ઓળખાતા અલ્પેશ કથીરિયા ઉપર કેટલાક અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો છે. તેઓને ખભાના ભાગે ઇજાઓ પહોચતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે હુમલાખોરો કોણ હતા તે જાણવા મળ્યું નથી.

સુરત ખાતે પાસના નેતા અલ્પેશ કથીરિયા આજે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાના કાપોદ્રા પોલીસ સ્ટેશન નજીક કેટલાક ઇસમો ઓટો રિક્ષામાં આવ્યા હતા અને તેઓ ઉપર તૂટી પડ્યા હતા. રોડ ઉપર જ કેટલાક અજાણ્યા ઇસમોએ અલ્પેશ કથીરિયા ઉપર દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા અલ્પેશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચૂંટણીઓ જ્યારે નજીક છે ત્યારે રાજકીય આગેવાનો ઉપરના આવા હુમલા સૂચક ગણવામાં આવી રહ્યા છે. અલ્પેશ કથીરિયાને સુરત ખાતે પાસના ગબ્બર તરીક ઓળખવામાં આવે છે ત્યારે તેઓ પરના આ હુમલાને લઈ રાજકીય વાતાવરણ તંગ બન્યું છે. હાલ તો પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)