Published By : Disha PJB
દેશમાં હાલ નવ યુવાનોમાં સેલ્ફી, વિડીયો બનાવવાનો ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોલેજીયન નવ યુવાનોમાં વિડિઓ બનાવી સોસીયલ મીડિયા ઉપર મુકે છે તેનો ખુબ જ વધારે ક્રેઝ જોવા મળે છે. અને આજ ક્રેઝના કારણે ઘણી વખત લોકોને પોતાના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.
આવી ઘણી ઘટનાઓ ભૂતકાળમાં ઘટી ચુકી છે. તેમાં છતાં લોકો રિલ્સ બનાવે છે. જોકે હા, આજના વખતમાં આજ રિલ્સ બનાવી લોકો સોશિયલ મીડિયા ફરતા મુકે છે જેથી તેઓ પોતાના ફોલવર્સ વધારે છે અને પૈસા પણ કમાય છે. પરંતુ લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે.
આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. શહેરના વેસું વિસ્તારમાં આવેલ ધ ગ્રાન્ડ પ્લાઝાની ઉપર બે યુવાનો જીવના જોખમે વિડિયો બનાવી રહ્યા છે. આ વિડિયો અન્ય એક વ્યક્તિ દ્વારા લઇ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
જોકે હજી સુધી જાણી શકાયું નથી કે આ બે યુવાનો કોણ છે? કઈ રીતે એટલા મોટા શોપિંગ સેંટરની ઉપર ગયા અને વિડિયો બનાવી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ બંને યુવાનો તે જ શોપિંગ કોમ્પ્લેક્સમાં કોઈ દુકાનો ધરાવે છે જેથી તેઓ સરળતાથી ઉપર જઈ વિડીયો બનાવી રહ્યા હતા. જો કે આ રીતે વિડિયો બનાવવું યુવાનોના જીવને મોંઘુ પડી શકે છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.