Home News Update સુરત : દેહરાદૂનના કોલના કારણે પોલીસે ફિઝિયોથેરાપીની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આપઘાત...

સુરત : દેહરાદૂનના કોલના કારણે પોલીસે ફિઝિયોથેરાપીની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આપઘાત કરતા બચાવી, વિદ્યાર્થિની ડિપ્રેશનનો શિકાર હતી.

0

Published By : Disha PJB

સુરતમાં ફિઝિયોથેરાપીના કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો. જો કે સમય ઉપર પોલીસ પહોંચી જતા તેનો જીવ બચી ગયો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ ગઈકાલે રાત્રે ગળે ફાસો ખાઈ આપઘાત કરવાની કોશિશ કરી હતી. જો કે આ ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીના રૂમની બહાર પોલીસે તેણીને દરવાજો ખોલવા માટે આગ્રહ કર્યો હતો પરંતુ તેઓ દરવાજો નહિ ખોલતા પોલીસે તેને સમજાવી હતી અને ત્યારબાદ તેણીએ દરવાજા ખોલ્યો હતો.

આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનના પી આઈએ જણાવ્યું હતું કે, આ ઘટના ગઈકાલે રાતે પોણા એક વાગ્યાની આસપાસની છે. અમે પેટ્રોલિંગમાં હતા અને ત્યારે જ અમને કંટ્રોલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, એક વિદ્યાર્થીની જેઓ નવી સિવિલ હોસ્પિટલના ગર્લ્સ હોસ્ટેલમાં આપઘાતનો પ્રયાસ કરી રહી છે જેથી અમે તાત્કાલિક ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી ગયા હતા અને તેની સાથે જ અમે પોલીસની સી ટીમને પણ જાણ કરી દીધી હતી. જેથી સી ટીમ પણ આવી પોહચી હતી. ત્યારબાદ અમે વિદ્યાર્થીનીના રૂમની બહાર જઈ તેને બૂમો પડી હતી અને કહ્યું કે, તમે આવું ના કરો કોઈ તકલીફ હોય તો અમને કહો. તમે જે કરો છો તે ખૂબ જ ખોટું છે. એમ કરીને સી ટીમની મહિલા પોલીસે પણ તેને લગભગ પોણા કલાક સુધી સમજાવી હતી.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/VID-20230715-WA0052.mp4

વધુમાં જણાવ્યું કે, અંતે વિદ્યાર્થીનીએ દરવાજો ખોલ્યો હતો અને અમને તેણે જણાવ્યું કે, મારું પરીક્ષાનું પેપર ખૂબ જ ખરાબ ગયું છે તેને કારણે તે ડિપ્રેસનમાં આવી ગઈ હતી. જોકે તેઓ રૂમમાં પંખા સાથે વાયર બાંધી અને બેડ ઉપર ખુરશી મૂકીને આપઘાત કરવા જતી હતી. આ ઘટના થતા જ તેના અન્ય રૂમના મિત્રો પણ આવી ગયા હતા તેને સમજાવવા, ત્યારબાદ તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમને દેહરાદૂનમાં રહેતા વિદ્યાર્થીનીનો મિત્ર જેઓએ whatsapp સ્ટેટસ જોઈને કોલ કર્યો તો પરંતુ તેણે કોલ રીસીવ કર્યો ન હતો. જેથી તે મિત્રએ તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. જેથી આ મામલો સામે આવ્યો અને વિદ્યાર્થીનીને બચાવી લેવાય હતી.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version