- બાળકીનું વજન માત્ર દોઢ જ કિલો…
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર 14 દિવસની બાળકીને તરછોડીને માતા-પિતા ફરાર થઇ જતા ખટોદરા પોલીસે ગુનો નોંધી માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.
સુરતમાં માતૃત્વને લજવતો કિસ્સો સામે આવ્યો છે. માત્ર 14 જ દિવસની બાળકીને નવી હોસ્પિટલમાં જ મૂકીને માતા-પિતા ફરાર થઇ ગયા હતા. બાળકીને હોસ્પિટલમાં મૂકી ગયેલ તેની માતા છેલ્લા બે દિવસથી ગુમ છે. બાળકીનું વજન માત્ર દોઢ જ કિલોનું છે. બાળકીનું વજન ઓછું હોવાથી તેને ડોકટરો દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. છેલ્લા 12 દિવસથી સિવિલ હોસ્પિટલના NICU વિભાગ બાળકીની દેખરેખ કરી રહ્યું છે. બાળકીને તરછોડીને માતા-પિતા ફરાર થઇ જતા ખટોદરા પોલીસે ગુનો નોંધાયો છે. પોલીસે માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.
(ઈન્પુટ : જયેન્દ્ર પાંડે, સુરત)