Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeસુરત : ન્યૂ કોર્ટની બહાર જ એક વ્યક્તિની જાહેર ચપ્પુના ઘા કરી...

સુરત : ન્યૂ કોર્ટની બહાર જ એક વ્યક્તિની જાહેર ચપ્પુના ઘા કરી હત્યા કરવામાં આવી, આરોપીઓ અડાજણ બાજુ ફરાર…

Published By : Disha PJB

સુરતમાં ન્યૂ કોર્ટની બહાર જ એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ન્યુ કોર્ટની બહાર જ મેઇન રોડ ઉપર જાહેરમાં બે અજાણ્યા ઈસમો દ્વારા એક વ્યક્તિ ઉપર ચાકુથી હુમલો કરી તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યાને રોડની વચ્ચોવચ કરવામાં આવી હતી જેને લઈને તે સ્થળ ઉપર પોલીસ દ્વારા બેરી્કેટિંગ મૂકી દેવામાં આવ્યા હતા. જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી. પોલીસે આ મામલે અલગ-અલગ ટીમો બનાવી તથા સીસીટીવીના માધ્યમથી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

આ બાબતે સુરત પોલીસના ડીસીપી સાગર બાગમારે જણાવ્યું કે, સુરત સેશન કોર્ટની બહાર એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં બે અજાણ્યા ઇસમો દ્વારા એક વ્યક્તિ ઉપર ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે. પોલીસની સમગ્ર ટીમ અહીં આવી પહોંચી છે અને અલગ અલગ એંગલથી આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. અને મૃતક યુવકનું નામ સુરજ યાદવ છે જેઓ 28 વર્ષના હતા. જેમની ઉપર સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં 302નો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો તે સંદર્ભમાં તે સુરત સેશન કોર્ટમાં હાજરી આપવા માટે આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બે હત્યારાઓ બાઈક પર આવ્યા હતા અને જાહેરમાં રોડ ઉપર જ હત્યાને અંજામ આપી અડાજણ બાજુ ભાગ્યા હતા.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!