Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateસુરત : પોલીસે ફરી પ્રતિબંધિત 5 કરોડ રૂપિયાનું ચરસ પકડી પાડ્યું, રાજ્ય...

સુરત : પોલીસે ફરી પ્રતિબંધિત 5 કરોડ રૂપિયાનું ચરસ પકડી પાડ્યું, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસની ડ્રગ્સ પકડવા મુદ્દે કરી પ્રસંશા.

Published By : Disha PJB

સુરત પોલીસે ફરી પ્રતિબંધિત 5 કરોડ રૂપિયાનું ચરસ પકડી પડવાની ઘટના સામે આવી છે. પીસીબી અને એસઓજી પોલીસનું સંયુક્ત ઓપરેશન થકી સુવાલી દરિયા કિનારે ઝાડીઓમાંથી એક મોટો થેલો મળી આવતા તેમાંથી 9 પેકેટ મળી આવી આવ્યા હતા જેની તપાસ કરવામાં આવતા 10 કિલો 350 ગ્રામનું પ્યોર ચરસ મળી આવ્યું હતું. જેની આંતર રાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડ રૂપિયા છે તેવું કહી શકાય. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરના દરિયાઈ માર્ગેથી થોડા સમય પહેલા ગુજરાત પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે હવે સુરતમાં પણ દરિયાઇ માર્ગે પ્રતિબંધિત ડ્રગ્સ, ચરસ , અફીણ જેવા માદક પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવી ઘટના સામે આવી છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પાંચ કરોડ રૂપિયા હોય તેવું કહી શકાય છે. હાલ તો પોલીસે આ ચરસ કઈ રીતે દરિયા કાંઠે આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે. જો કે આજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસની ડ્રગ્સ પકડવા મુદ્દે પ્રસંશા કરી હતી.

પ્યોર ચરસ મળી આવતા પોલીસ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક આ પેકેટની એફએસએલ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. હાલ તો આ ચરસ ઝાડીઓમાં કઈ રીતે આવ્યું એને કોણ મૂકી ગયું એ તમામ બાબતે પોલીસે આગળની તપાસ હાથધરી છે.

ઇનપુટ, જયેન્દ્ર પાંડે, સુરત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!