Published By : Disha PJB
સુરત બાગેશ્વર મહારાજને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. સુરતના લોકરક્ષક સેના દ્વારા સમગ્ર સુરતમાં 1 લાખ 20 હજાર જેટલા બાગેશ્વરજીના ઝંડા લગાવવામાં આવશે. જેની માટે શહેરમાં દરેક ઝોનમાં 15 હાજર જેટલાં ઝંડાઓની વહેચણી કરવામાં આવશે. તે ઉપરાંત લોકરક્ષક સેના જેઓ રામ સેવક બનીને સતત ચાર દિવસ સુધી ધામ ઉપર સેવા આપશે.
આ બાબતે લોકરક્ષક સેનાના સ્થાપક મહેશ પાટીલે જણાવ્યું કે, બાગેશ્વેર ધામના સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના તમામ વ્યક્તિઓને કેહવા માંગુ છું કે, એ વ્યક્તિઓ મહેમાન છે. સનાતન ધર્મનો જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તેમાં તમામ લોકો જોડાય અને બાગેશ્વેર ધામના સરકારના સ્વાગતમાં તમામ લોકો રામ સેવક બની સ્વાગત કરે.
આ ઝંડો સમગ્ર સુરત શહેરમાં લગાવામાં આવશે. અને આ ડિજિટલ પ્રિન્ટિંગનો સનાતન ધર્મનો ઝંડો છે. આ ઝંડામાં બાગેશ્વેર ધામના સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ફોટો લગાવામાં આવ્યો છે. અને અમારા લોકરક્ષક સેનાનો સિમ્બોલ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત આપણા ભારત દેશનો નારો , જય શ્રી રામ લગાવવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું કે, મને રામ સેવકની જવાબદારી આપવામાં આવી છે. આખા ભારતમાં અમે 40,000 થી વધુ કાર્યકર્તાઓ છે તેમાં સુરતમાં 4000 જેટલા કાર્યકર્તાઓ છે. જેઓને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મળી છે તેઓ બેનર લગાવી શકે છે. તે ઉપરાંત અમે લોકોએ શહેરના ઝોન વાઇસ 1500 જેટલાં ઝંડાઓ આપ્યા છે.જેથી સમગ્ર સુરત શહેરમાં 1 લાખ થી વધુ ઝંડાઓ લગાવવામાં આવશે. આ અભિયાન તિલક કરીને ચલાવવામાં આવશે.અને લોકો ઝંડા સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરશે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.