Published By : Disha PJB
સુરતની આગવી ઓળખ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં મેટ્રોરેલ બનાવવામાં આવી રહી છે.જેનું કામ 2024 સુધી પૂર્ણ થઈ જશે.
ભારત સરકાર દ્વારા 9મી માર્ચ 2019ના રોજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના સુધારેલા ડીપીઆરને મંજૂરી આપી હતી. ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલયે બે કોરિડોર ધરાવતા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 માટે મંજૂરી આપી છે. જેમાં પહેલું સરથાણાથી ડ્રીમ સિટી અને બીજું ભેસાણથી સારોલી 6ઠ્ઠી જૂન 2019ના રોજ કુલ અંદાજિત પૂર્ણ પ્રોજેક્ટ ખર્ચ સાથે 12.020 કરોડ રૂપિયાનો છે.

જમીનથી 18 મીટર નીચેથી મેટ્રોની બે લાઈનની કામગીરી ચાલી રહી છે. તે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગને જોડે છે. કાપોદ્રાથી ચોક બજાર સુધી એમ કુલ 10 કિલોમીટરનું ટર્નલ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં હાલ દોઢ કિલોમીટર સુધીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી 2024 ડિસેમ્બર સુધી આ કાર્ય પૂર્ણ થઈ જશે. અને ત્યારબાદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલવે નું ઉદઘાટન કરવામાં આવશે. તો બીજીબાજુ ખજોદથી ચોકબજાર સુધી અપલાઈનની કામગીરી પણ પૂર ઝડપે ચાલી રહી છે. એમ સુરત મેટ્રો પ્રોજેક્ટ બે કોરિડોરમાં 40.35 કિલોમીટરનું છે.

આ બાબતે મેટ્રો સાઈડના મેનેજર કરનલ યોગેન્દ્રસિંહ ચૌહાણએ જણાવ્યું કે, જે અંડરગ્રાઉન્ડ કામ ચાલી રહ્યું છે તે કાપોદ્રાથી શરૂ થઇને ચોકબજાર સુધી જઈ રહ્યું છે. સાઢા છ કિલોમીટરે મારાં અંડરમાં થઇ રહ્યું છે. રોજના 8 થી 10મીટરનું ટ્રનલ બનાવવામાં આવે છે. અને ટ્રનલનું કામ ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે. પરંતુ ત્યારબાદ પણ વાયરીંગથી લઈને અન્ય બીજા કામો ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ મેટ્રોની લાઇનમાં બે લાઈન હોય છે અપલાઈન અને અન્ડરલાઈન.