ચાલતી ટ્રેનમાં ચઢવું ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે. અનેકવિધ એવા કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ કિસ્સો સુરત રેલવે સ્ટેશન પર સામે આવ્યો છે.
સુરત રેલવે સ્ટેશન ઉપર એક યુવક ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતો હતો. અને અચાનક તેનો પગ લપસી જતાં તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. સદનસીબે ત્યાં હાજર આરપીએફ ના જવાન દોડીને તેને બચાવી લે છે. આ સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશન ઉપર લાગેલ સીસીટીવીમાં કેદ થઈ છે.
સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 1 ઉપર એક મુસાફર ચાલતી ટ્રેનમાં દોડીને ચઢવા જાય છે પરંતુ તે પડી જાય છે.ત્યાંજ હાજર આરપીએફનો જવાન અને પ્લેટફોર્મ ઉપર ઉભેલા કેટલાક મુસાફરો તેને ટ્રેન અને પ્લેટફોર્મનીગેપમાંથી બહાર કાઢી તેને બચાવી લે છે. મુસાફરોએ પણ આવા જીવન જોખમે ચાલુ ટ્રેનમાં ચઢવાનું ટાળવું જોઈએ.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)