Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateસુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ ફર્સ્ટ લેડી જીલ બિડેનને 7.5 કેરેટનો...

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ ફર્સ્ટ લેડી જીલ બિડેનને 7.5 કેરેટનો હીરો ભેટમાં આપ્યો, જે સુરતના ગ્રીન લેબ ડાયમન્ડની બનાવટ…

Published By : Disha PJB

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ ફર્સ્ટ લેડી જીલ બિડેનને 7.5 કેરેટનો હીરો ભેટમાં આપ્યો હતો. વડાપ્રધાન દ્વારા અપાયેલો આ હીરો સુરતમાં તૈયાર થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલો હીરો સુરતના ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. લેબગ્રોન હીરાને બનાવતા 2 મહિના જેવો સમય લાગ્યો હોવાનું કહેતા સ્મીત પટેલે કહ્યું કે, સુરતમાં જ તેનું પોલિશિંગ કામ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સુરતના હીરાને અમેરિકાના ફર્સ્ટ લેડીને આ હીરો આપ્યો તે અમારા માટે ગર્વની બાબત છે.

આ હીરો પ્રાકૃતિક નહીં પરંતુ લેબમાં તૈયાર થયો છે. જેને ઇકો ફ્રેન્ડલી હીરા કહેવામાં આવે છે. આત્મનિર્ભર ભારત અને ખાસ કરીને આઝાદીના અમૃત મહોત્સવ એટલે 75મો વર્ષ હોવાના કારણે પીએમ યુએસની લેડીને આ હીરા ભેટ સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો. બે મહિનાની મહેનતે તૈયાર થયેલા આ હીરાને વડાપ્રધાને અમેરિકાના ફર્સ્ટ લેડીને આપતાં ઉદ્યોગકારો દ્વારા ખુશી વ્યક્ત કરવાની સાથે સુરત માટે આ ગર્વની બાબત ગણાવી હતી.

આ બાબતે જીજેઈપીસીના પ્રવક્તા સ્મિત પટેલે જણાવ્યું કે, આ માત્ર સુરત જ નહીં પરંતુ દેશ માટે ગૌરવની બાબત છે. આને આત્મનિર્ભરથી બનેલો હીરો કહેવાય. આ હીરો સુરતમાં ઉગેલો છે અને કટ પોલિશ્ડ થયેલો છે. આ દુનિયાભરમાં જાય છે. આ હીરા કેમિકલથી બનાવવામાં આવતો હોય છે અને સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી હોય છે. આ હીરાને લેબમાં બનાવવામાં આવતો હોય છે. આ હીરા નેચરલ ડાયમંડની જેમ હોય છે. તેની તમામ ગુણવત્તા એકસરખી હોય છે. આ હીરા બનાવવામાં અમે સોલાર અને વિન્ડ એનર્જીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આનાથી પ્રકૃતિને નુકસાન પણ કરતું નથી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 7.5 કેરેટ હીરા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. આ ઇન્ડસ્ટ્રી લાખો લોકોને રોજગારી આપે છે. સાથે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આ ખૂબ જ સારું ક્ષેત્ર છે. દેશની અંદર આ હીરા તૈયાર કરવામાં આવે છે. દેશની અંદર જ કટ અને પોલીસ થાય છે અને દેશની અંદર જ આ હીરાથી જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં જે લોકો આ ઇન્ડસ્ટ્રીને આગળ લઈને આવ્યા છે તેમની આ મહેનત છે. આ હીરા લેબમાં તૈયાર થતા કેટલાંક મહિના લાગી જાય છે. લેબમાં હીરા તૈયાર થયા બાદ તેને એક્સિલન્ટ કટ અને પોલીસ કરવામાં આવે છે. લેબગ્રોન ડાયમંડ આત્મનિર્ભર ભારતનું મોટું ઉદાહરણ બની શકે તે માટે પીએમ મોદીએ ઓર્ડર આપ્યો હતો.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!