Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateસુરત : વિધર્મી યુવકે 13 વર્ષીય કિશોરીસાથે દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી…

સુરત : વિધર્મી યુવકે 13 વર્ષીય કિશોરીસાથે દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી…

Published By : Disha PJB

સુરત શહેરમાં લિંબાયત વિસ્તારમાં 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે, આરોપી દ્વારા સગીરાને લગ્નની લાલચ આપી વિધર્મી યુવક રૂમ પર લઈ ગયો હતો અને ત્યાં તેની ઉપર દુષ્કર્મ કર્યું હતું. તો બીજી બાજું સગીરાની તેના કાકા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ મળી ન આવતા અંતે તેઓએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ ફરી તેઓ સગીરાને શોધવા લાગ્યા હતા અને તે મળી આવતા તેઓને સમગ્ર ઘટના સગીરાએ જણાવતા પોલીસ સ્ટેશનમાં એ મુજબની ફરિયાદો નોંધવામાં આવી હતી. પોલીસે આ મામલે આરોપી ઈકબાલ બાબુખાન તૈલી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ બાબતે સુરત પોલીસના ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે, ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક પોસ્કોની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફરિયાદી પોતાના ભાણી સાથે રહેતા હતા. અને થોડા સમય પેહલા તેમની ભાણીનું કોઈક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું તે વ્યક્તિ પણ લિંબાયત વિસ્તારમાં જ રહેતો હતો. જ્યારે ફરિયાદીએ તેમની ભાણીની શોધખોળ કરતા તે મળી આવી હતી. ત્યારબાદ ભાણીએ સમગ્ર હકીકતની જાણ કરી હતી.

જે બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેઓ સમગ્ર હકીકત મુજબની ફરિયાદો નોંધાવી હતી. જેને લઇને પોલીસે આરોપી ઇકબાલ બાબુખાન તૈલીની ધરપકડ કરી આગળની મેડિકલ અને અન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી દ્વારા સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી ભગાવી ગયો હતો.અને હાલ આ મામલે ઉંડાણ પૂર્વક તપાસ ચાલુ છે.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security