Home Bharuch સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટર સાઇકલ ચોરી તેના સ્પેરપાર્ટ છૂટા કરી...

સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટર સાઇકલ ચોરી તેના સ્પેરપાર્ટ છૂટા કરી વાગરા તાલુકામાં વેચાણ કરતાં ત્રણ ઈસમો ઝડપાયા

0

Published By : Aarti Machhi

ભરૂચ જિલ્લા વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જીલ્લામાં મિલ્કત સંબંધી,વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા,વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાને પગલે ભરુચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.,ડી.એ.તુવર સહિત સ્ટાફ ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે હાલ સુરત શહેરમાં રહેતો અને મુળ ઓચ્છણ ગામનો સુફીયાન સલીમ પટેલ,જાવીદ આદમ બગસ તેમજ રીયાઝ મુસ્તાક પટેલ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટર સાઇકલો ચોરી કરી લાવી વાગરા આસપાસના ગામડાઓમાં વેચાણ કરે છે.હાલ ત્રણેય ઓચ્છણ ગામે નંબર વિનાની સ્પેલન્ડર મોટર સાઇકલ લઈ ફરી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે ઓચ્છણ ગામના પાટીયા સ્થિત બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી.તે વેળા બાતમી વાળી બાઇક આવતા પોલીસે તેને અટકાવી વાહનના દસ્તાવેજો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે તેઓની વધુ પૂછપરછ કરતાં ત્રણેય ઇસમો પિતરાઇ થતા હોય સુફીયાન સુરત શહેરમાં રહેતો હોવાથી સુરતના વિસ્તારથી જાણકાર હોવાથી જાવીદ અને રીયાઝ ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા અને ત્યાં ત્રણેય પિતરાઇ ભાઇઓ મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંમાંથી બાઇકો ચોરી કરી વાગરાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડુત મજુરોને વેચી ડેટા હોવા સાથે કોઈક બાઈકોને ખોલી તેના સ્પેરપાર્ટો વેંચી નાખતા હતા.

ત્રણેય આરોપીઓએ ભેગા મળી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૭ બાઈકો ચોરી કરી હતી અને તે પૈકી ત્રણ મોટર સાઇકલો પોતાની પાસે રાખી હતી અને અન્ય મોટર સાઇકલો,મોટર સાઇકલના સ્પેરપાર્ટો અલગ અલગ કરી અન્ય ઇસમોને આપ્યા હોવાની કબૂલાત કરી હતી પોલીસે 5 બાઇકો,2 એન્જીન,સ્પેરપાર્ટો મળી કુલ 1.97 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેઓની વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version