સુરત શહેરમાં સતત આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. તો આવી જ રીતે સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ સ્લમ આવાસમાં રહેતી 16 વર્ષીય રિતિકા સિંગનો રવિવારના રોજ પોતાના ભાઈ બહેન સાથે ચા બનાવવા બાબતે ઝઘડો થયો હતો. રિતિકા સિંગને લાગી આવતા ઘરથી થોડે દૂર જઈ ઝેર પી લીધું હતું.
ઝેરને પગલે તેના મોઢામાંથી ફીણ નીકળતા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ વડે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ સોમવારે મોડી સાંજે રિતિકાનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. ઘટનાની જાણ સચિન પોલીસને કરતા સચિન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)