Published by : Rana Kajal
સુરત શહેરમાં ફરી પછી ભ્રુણ મળવાની ઘટના સામે આવી છે.શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ કચરાના ડમ્પર યાર્ડમાંથી ગઈકાલે રાતે 9 વાગ્યેની આસપાસ એક દિવસનું ભ્રુણ મળી આવતા લોકો એકઠા થઈ ગયા હતા. જો કે પોલીસને જાણ કરતા અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી બાળકીનો મૃતદેહનો કબ્જો લઇ નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો છે. અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. જોકે આ પેહલા એક જ અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે. આ પેહલા કાપોદ્રા, ગોડાદરા અને હાલ અલથાણ વિસ્તારમાંથી 1 દિવસની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે અમે આજુબાજુના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહ્યા છે.

આ બાબતે અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલએ જણાવ્યું કે, હા ગઈકાલે રાતે 9 વાગે આ ઘટના અંગે કંટ્રોલમાં મેસેજ આવ્યા હતા. જેથી ત્યાં અમારી પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. ત્યાંથી પછી અમારા હેડ કોન્સ્ટેબલ અમિત બારીયાનો કોલ આવ્યો કે અહીં આ રીતનું છે. જેથી હું પણ ત્યાં પહોંચ્યો હતો. અમે બાળકીનો કબ્જો મેળવી નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલ આ મામલે અમે અજાણીયા મહિલા સામે ગુન્હો નોંધ્યો છે. આજુબાજુના સીસીટીવી પણ તપાસ કરવામાં આવી રહ્યા છે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત )