Published By : Disha PJB
સંભવિત “બીપોરજોય” વાવાઝોડાની આગાહીને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં દસમી એટલે શનિવારથી લઈ ચાર દિવસ સુધી વરસાદ પડી શકે તેની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર એલર્ટ છે. તમામ અધિકારીઓ સાથે આયોજન અંગે મીટીંગ પણ હાથ ધરાઈ છે.
બીજી બાજુ તમામ સરકારી અધિકારીઓને હેડ ક્વાટર્સ નહીં છોડવા માટે આદેશ કરાયા છે. એટલું જ નહીં તારીખ 7 જૂનથી લઈ 14મી જુન સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે પણ અપીલ કરાય છે. દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત અને દરિયાકાંઠે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે ખાસ કરીને દરિયામાં જે કરંટ છે તેને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે.
આ બાબતે સુરત જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર બી.કે વસાવાએ જણાવ્યું કે, વાવાઝોડું પોરબંદરથી 880 કિલોમીટર દૂર છે. 11 અને 12 તારીખે દક્ષિણ ગુજરાત પહોંચશે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.દરિયા કાંઠાના 42 ગામડાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. SDRFની એક ટીમ એલર્ટ રાખવામાં આવી છે.
હાલ કોઈ બીચ બંધ કરવાના આદેશ અપાયા નથી. તારીખ 7 જૂનથી લઈ 14મી જુન સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે પણ અપીલ કરાય છે. દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત અને દરિયાકાંઠે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. ખાસ કરીને દરિયામાં જે કરંટ છે તેને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. સ્થિતિ જોઈને બીચ બંધ કરવાના આદેશ આપવામાં આવશે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.