Home News Update Crime સુરત : સચિનમાં માત્ર 2 વર્ષ બાળકીના રેપ વિથ મર્ડર કેસ મામલે...

સુરત : સચિનમાં માત્ર 2 વર્ષ બાળકીના રેપ વિથ મર્ડર કેસ મામલે આરોપીને ફાંસીની સજા…

0

Published By : Disha PJB

સુરત સચિનની બાળકીના રેપ વિથ મર્ડર કેસ મામલે આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આરોપી ઈસ્માઈલ યુસુફ સલીમને ગત 31મી ના રોજ નામદાર કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયો હતો. આરોપીએ ગત 27 ફેબ્રુઆરી 2023ના રોજ બે વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારી તેની હત્યા કરી હતી. બાળકીની હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. આ મામલે પોલીસે 11 દિવસમાં જ નામદાર કોર્ટમાં 415 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી અને આ મામલે કેસ ચાલ્યો હતો.

બે વર્ષની બાળકીને તેના પાડોશીએ ઘર નજીક ઝાડી ઝાંખરામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના પેટમાં બચકા ભરી લીધા હતા બાળકીના શરીર પર અનેક ઈજાઓના નિશાન મળી આવ્યા હતા. 27 ફેબ્રુઆરીના રોજ બાળકીને તે રમવા માટે લઈ ગયો હતો પરંતુ બાળકી ફરી ઘરે આવી નહોતી. જેના કારણે પરિવારએ બાળકીની શોધખોળ આરંભી હતી. પરંતુ બાળકી મળી ન આવતા અંતે પરિવારે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ થવાની ફરિયાદ લઇ તથા મામલાની ગંભીરતા જોઈ બાળકીની શોધખોળ હાથધરી હતી.

પોલીસને કપલેઠા ગામ નજીકથી ઝાડી ઝાંખરામાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. શરીર પર અનેક ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી યુસુફના મોબાઇલ માંથી અનેક બિભત્સ વિડીયો મળી આવ્યા હતા તથા આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, બાળકી રડતી હોવાથી તેને ચૂપ કરી મારી સાથે ચાલ તને વેફર આપવું છું, કહીને અપહરણ કરીને કપલેથા ગામના તળાવના રસ્તે આવેલા સઇદભાઈ પટેલના બંધ અને અવાવરું મકાનમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી પર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કર્યા બાદ નાસી છૂટયો હતો. પોલીસે આરોપીનું મેડિકલ કરાવતા ડીએનએ અને સાયન્ટિફિક પુરાવાના આધારે વધારાની કલમો ઉમેરી  આરોપી સામે 11 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અને ત્યારબાદ આ મામલે નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

આ બાબતે સુરતના સરકારી વકીલ નયન સુખડવાળાએ જણાવ્યુંકે, જ્યારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્યારે આરોપી યુસુફે પાડોશીના ઘર નજીક ઝાડી ઝાંખરામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ બાળકીના પેટમાં બચકા ભરી લીધા હતા. એટલું જ નહીં બાળકીના શરીર પર અનેક ઈજાના નિશાન મળી આવ્યા હતા. તથા આરોપીના મોબાઈલ માંથી અનેક બિભત્સ વિડીયો પણ મળી આવ્યા હતા. બાળકીના પેટ અને અન્ય શરીરના ભાગે તેણે બચકા ભર્યા હતા. આ કૃત્ય અંગે તેને ફાંસીની સજા થાય એ માટે મેં દલીલો કરી હતી. આ કેસને કોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેર ગણી માસુમના બળાત્કારીને ફાંસીની સજા ફરમાવી છે.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version