Published by : Vanshika Gor
સુરતના ઉતરાણ પાવર હાઉસ નો ટાવર આજે તોડી પાડવામાં આવ્યો છે.આ 85 મીટર ઊંચો ટાવર 21 માર્ચના રોજ ધ્વસ્ત કરાયો. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન,નિયમ મુજબ નિર્ધારિત વર્ષો પછી જુના પ્લાન્ટને તોડવા પડતા હોય છે 30 વર્ષ જૂનો અને 70 મીટર પહોળો ટાવરને સેકન્ડોમાં તોડી નાખવામાં આવ્યો.
એટલા વિશાળ ટાવરને ડાયનામાઈટ થી બ્લાસ્ટ કરવામાં આવ્યો… આ બ્લાસ્ટ માટે 250 કિલો ડાયનામાઈટનો વપરાશ કરાયું છે . ટાવરને બ્લાસ્ટ કરવા માટે આધુનિક ટેક્નોલોજી ‘કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિક’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની મદદથી વિશાલ ટાવર ગણતરીની સેકન્ડોમાં તોડી પાડવા આવ્યો…
આજે સાવરે ટાવરને જમીનદોસ્ત કરાયું છે. ટાવર 2017માં ભંગાર જાહેર કરાયો હતો. 85 મીટર ઉંચા ટાવરને તોડી પાડવા તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી હતી બ્લાસ્ટ કરતી વખતે ધૂળની ડમરીઓ 1 કિલોમીટરના એરિયા સુધી જશે.તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો…