Published By : Disha PJB
સુરત શહેરમાં હાથમાં રિવોલ્વર રાખી બાઇક પર ત્રિપલ સવારી જતા ત્રણ બદમાશોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે વિડિયો વાઇરલ થયા બાદ સુરત પોલીસ વિડિયોના આધારે ત્રણે બદમાશોની શોધખોળ હાથધરી છે.
સુરતમાં અવરનવર શહેર પોલીસના જાહેરનામોંનો ભંગ કરતા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. ઘણી વખત લોકો તલવારથી કેક કાપી સોશિયલ મીડિયા ઉપર મુકતા વાઇરલ થઇ જાય છે તો કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં આતંક મચાવી પોતાનો ખોફ જમાવવા પણ વિડિયો બનાવે છે તેવામાં જ હજી એક વિડિયો સામે આવ્યો છે.
આ વિડિઓ સુરતના પોસ વિસ્તારનો છે. વેસું વીઆઈપી રોડ ઉપર બાઇક પર ત્રિપલ સવારી જતા હતા. જેમાં પાછળ બેઠેલા કાળા કલરની ટીશર્ટ પેહરનાર શખ્સના હાથમાં રિવોલ્વર હતી. જાણે બદમાશો હથિયાર લઈ ગુનાને અંજામ આપવા જતા હોય એવી આશંકા લાગી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. જો કે
બાઇકની નંબર પ્લેટ પણ ન હતી.
પાછો તે શખ્સનો ચહેરો કેમેરામાં આવી ન જાય તે માટે તેણે ટી-શર્ટમાં આવતી ટોપી માથા પર પહેરી દીધી હતી. આ બાબતે વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.સી.વાળાએ જણાવ્યું કે, અમારી પાસે વિડિયો આવ્યો છે. હાલ તો વિડિયો ક્યા સમય, તારીખનો છે ક્યાથી ક્યા જઈ રહ્યા હતા , રિવોર્વર ક્યાથી લાવ્યા, ક્યા લઈને જતા હતા આ તમામ બાબતો આ ત્રણે લોકો જ કહેશે. હાલ તો તેમને શોધવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.