Published By : Disha PJB
સુરત પૂર્ણા પોલીસ સ્ટેશનમાં હિંદુ નામનો નકલી આધારકાર્ડ બનાવી વેપાર કરતા વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. આરોપીએ અર્જુનસિંઘે નામમોં નકલી આધારકાર્ડ બનાવડાવ્યું હતું. પોતે કોમ્પ્યુટરમાં ફોટોશોપ પ્રોગ્રામમાં અર્જુનસિંઘના નામે નકલી આધારકાર્ડ બનાવ્યો હતો.ઓજર આલમે નામ-ધર્મ બદલી અન્ય કોઇ કૃત્યો કર્યા છે કે કેમ તે દિશામાં પુણા પોલીસ તપાસ ચલાવી રહી છે.
આરોપીએ પોતાની દુકાનમાં કામ કરતી યુવતીને પોતાનું નામ અર્જુનસિંહ બતાવી પ્રેમમાં ફસાવી હોવાનો આરોપ છે. તે ઉપરાંત યુવતીને ફેરવતો પણ હતો. આરોપી બોમ્બે માર્કેટ પાસે આવેલી અવધ માર્કેટમાં રૂહિ ફેશનના નામે કાપડની દુકાન ચાલવતો હતો. જોકે આ મામલો વિશ્વ હિંદુ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી બે આધાર કાર્ડ મળી આવ્યા હતા.
આ બાબતે સુરત પોલીસના એસીપી પી.એન.પટેલે જણાવ્યું કે, સુરત શહેરના પૂર્ણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ પાસે આવેલી અવધ માર્કેટમાં રૂહિ ફેશનના નામે કાપડની દુકાનના માલિકે પોતે બે આધારકાર્ડ બનાવી ફ્રોડ કરવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. જે મામલે આ તપાસમાં પોલીસે બનાવટી આધારકાર્ડ બનાવનાર જેઓનું અસલ નામ ઓજર આલમે હોય અને તેઓએ બીજો અર્જુનસિંહ નામનો આધારકાર્ડ બનાવાડ્યો હતો. આ બે આધારકાર્ડ એક જ વ્યક્તિ પાસે હોય તેની ઓફિસમાં કામ કરતા અન્ય સહાયક કર્મચારીઓને પોતે અર્જુનસિંહ હોય તેવું જણાવ્યું હતું. આ મામલે બે આધારકાર્ડ અને બે નામ ધારણ કરવાને લઈને ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું કે, આ મામલે ફરિયાદી પોતે સમાજ સેવક હોય તેઓને આ મામલે હકીકત મળતા તેઓ તેમની દુકાને પહોંચી જઈ ફરિયાદીને તમામ હકીકત જણાવી હતી. જે તે સમય દરમિયાન અર્જુનસિંહ જેઓ ઓજર આલમ છે તેઓએ પોતાના ઓફિસમાં કામ કરતી સહ કર્મચારીને લઈને સાપુતારા ફરવા ગયા હતા.અને આરોપી સુરતમાં છેલ્લા નવ વર્ષથી કાપડની દુકાન ચલવે છે. અવધ માર્કેટમાં છેલ્લા બે વર્ષથી દુકાન ચાલુ કરી છે. અને મૂળ બીહારના રહેવાસી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે , સુરત.