Published By : Disha PJB
સુરતમાં હોમ ડિલિવરી કરવા આવનાર વિધર્મીએ યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના ભટાર વિસ્તારમાં આવેલ ઉમરાવ નગરમાં હોમ ડિલિવરી માટે આવેલ વિધર્મીએ યુવતીને ઘરે એકલી જોઈ એકલતાનો લાભ ઉઠાવી તેની છેડતી કરી હતી. જો કે યુવતીએ બુમાબુમ કરતા સોસાયટીના લોકો ભેગા થઇ ગયા હતા અને લોકોએ વિધર્મીથી યુવતીને બચાવી તેને પકડી મેથીપાક આપ્યો હતો. અને તેની સાથે જ પોલીસને જાણ કરતા, ઉમરા પોલીસની પીસીઆર વાન પણ ઘટના સ્થળ ઉપર પહોંચી વિધર્મી યુવકની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પોલીસની હાજરીમાં જ યુવતી વિધર્મી હોમ ડિલિવરી કરનાર યુવકને તમચો મારી રહી છે. અને ત્યારબાદ પોલીસ યુવકની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે.
આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઘટના ગઈકાલે
સાંજે પોણા છ વાગ્યાની આસપાસ બની હતી. પાર્સલ આપનાર આરોપી સુફિયાન ફિરોજ પટેલ જેઓએ ફરિયાદી યુવતીને હાથ ફેરવી કહ્યું હતું કે, તમે બહુ જ સુંદર છો એમ કહીને છેડતી કરી હતી. જેને લઈને તેમણે બુમાબુમ કરતા સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીને મેથીપાક પણ આપ્યો હતો. પરંતુ અમે ત્યાં પહોચી મામલો થાળે પડ્યો હતો. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહ્યો છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.




