Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeસુરત : 43 વર્ષીય પરિણીતાને બ્લેકમેલ કરી 6.50 લાખ પડાવવાની ઘટનાથી ચકચાર...

સુરત : 43 વર્ષીય પરિણીતાને બ્લેકમેલ કરી 6.50 લાખ પડાવવાની ઘટનાથી ચકચાર ! પાલ પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ…

Published By : Disha PJB

સુરતની 43 વર્ષીય પરિણીતાને બ્લેકમેલ કરી 6.50 લાખ પડાવતા પાલ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી રવિ પ્રવીણ ચાવડાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી મહિલાના પતિનો મિત્ર છે. વર્ષ 2021માં પરિણીતા ઘરે એકલી હોય ત્યારે આરોપી આવતો હતો. પરિણીતાનો કપડા બદલતી વેળા નગ્ન વીડિયો ઉતારી લીધો હતો. પછી તે વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી તેને અડાજણની વોકવે રોડ પર એક હોટેલમાં બોલાવી હતી.જ્યાં પરિણીતા સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આરોપીએ રાજકોટની હોટેલ અને કામરેજમાં મહિલાના ઘરે પણ રેપ કર્યો હતો. છેલ્લા 6 મહિનાથી પરિણીતા પાસે રૂપિયાની માંગણી પણ કરતો હતો. પરિણીતાએ ડરના કારણે પહેલી વખત 50 હજાર આંગડિયામાં રાજકોટ મોકલ્યા. પછી ટુકડે-ટુકડે 5.50 લાખ પડાવ્યા હતા. પતિના મિત્રની આવી હરકતથી કંટાળી પરિણીતાએ પિયરમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. પાલ પોલીસે આરોપી રવિ પ્રવીણ ચાવડા સામે રેપ, છેડતી અને આઈટી એક્ટનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આ બાબતે પાલ પોલીસ સ્ટેશનના પી આઈ વિશાલ વાગડીયાએ જણાવ્યું કે, પાલ પોલીસ સ્ટેશનમાં ગત 27 મે 2023ના રોજ સવારે 8 વાગ્યે 43 વર્ષીય મહિલાએ પોતાની સાથે થયેલ આપવીતી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને ગંભીરતાથી લઇ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ રેપ, છેડતી અને આઈટી એક્ટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ફરિયાદી કામરેજના રહેવાસી છે.જેઓનું સાસરું મૂળ રાજકોટ છે.જ્યાં તેમના પતિના મિત્ર રવિ ચાવડાના પરિવારીક સંબંધ હોય જેથી ઘરના પ્રસંગમાં અવરનવર મળવાનું થતું હતું.

વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ વિડિયો મારફતે પૈસાની માંગણી કરી હતી. છેલ્લા 6 મહિનાથી પરિણીતા પાસે રૂપિયાની માંગણી કરતો હતો. પતિના મિત્રની આવી હરકતથી કંટાળી પરિણીતાએ પિયરમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન આરોપીનો ફોન ચાલુ રહી જતા સમગ્ર ઘટના સામે આવી હતી. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security