- Vnsgu માં BA-સેમ-3 નું પેપર લીક MTB ARTS કૉલેજના સ્ટ્રોંગ રૂમ માંથી કરવામાં આવી હોય તેવી શંકા છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષાના પેપરો યુનિવર્સિટીના અંદર આવતા એમ.ટી.બી આર્ટ્સ કૉલેજમાં બનાવામાં આવેલ સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવે છે. પરંતુ ત્યાંથી પેપર લીક થયુ છે. એવા સંકેતોને ધ્યાનમાં લઈને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-15-at-3.29.31-PM-1-1024x576.jpeg)
ગુજરાતમાં હવે સરકારી નોકરી હોય કે પછી યુનિવર્સિટીના પેપરો લીક થવાનો મામલો સામાન્ય બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. આજ બાબતને ધ્યાનમાં લેતા સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગતની એમ.ટી.બી આર્ટ્સ કૉલેજમાં બનાવામાં આવેલ સ્ટ્રોંગરૂમમાં વીએનએસજીયુના પેપર મુકવામાં આવે છે. પરંતુ ત્યાંથી પેપર લીક થાય થાય છે. એવા સંકેતોને ધ્યાનમાં લઈને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
પરિક્ષાના આગલા દિવસે જ પેપર લીક થતાં હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જ્યાં સ્ટ્રોંગ રૂમ છે ત્યાં સીસીટીવીની પણ વ્યવસ્થા નથી જેનો લાભ લઈ આ પેપર લીક કરવામાં આવયતા હોવાનું એબીવીપી સભ્યોએ જણાવ્યુ હતું. અને પેપર લીક થતાં રોકવા માટેની પૂરતી વ્યવસ્થાની માંગ કરી હતી.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)