Published By : Disha PJB
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક કરોડ રૂપિયાથી વધારે વિશ્વાસઘાત અને છેતરપીડીંના ગુન્હાનામાં છેલ્લા 10 વર્ષથી નાસતોફરતો આરોપી મહેશ મયુર લક્ષ્મીદાસની કચ્છથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી અને તેની પત્ની 2009 થી 2012 સુધી સચિન જીઆઇડીસી વિસ્તારમાં લક્ષ્મીવિલા ટાઉનશીપમાં રહેતા હતા. તે સમયગાળા દરમ્યાન બંન્ને પતી પત્ની આશાપુરા એન્ટર પ્રાઇઝેજ એન્ડ મની લેન્ડર્સના નામના ફાયનાન્સમાં નાણા રોકાણ કરવાની ઓફિસ ખોલી હતી. તેઓએ તેમના સંપર્કમાં રહેલા તમામ લોકોને લોભામણી લાલચ આપી તેઓ પાસેથી 1,07,55,000 રૂપિયા કરતા વધુ નાણા મેળવી ઉઠામણુ કરી ફરાર થઇ ગયા હતા. આ આરોપી આજદિન સુધી ગોવા, જુનાગઢ, રાજકોટ, જામનગર, અમદાવાદ, મુંબઈ, મોરબી મુકામે રોકાઈ ભોજનાલયમાં નોકરી કરી ચુક્યા છે.
આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચના પી આઈ લલિત વાઘોડિયાએ જણાવ્યું કે, સુરત પોલીસ કમિશન દ્વારા નાસતાફરતા આરોપીઓ માટે એક ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને એવી માહિતી મળે છે કે, 2013માં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના કેસમાં એક આરોપી છેલ્લા દસ વર્ષથી પકાયેલ નથી. તેઓ હાલમાં કચ્છમાં આવેલ નીલોરાગામના એક ભોજનાલયમાં રહે છે. આવી એક ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી. પોલીસે ત્યાંથી આરોપી મહેશ મયુર લક્ષ્મીદાસની ધરપકડ કરી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.