Published By : Disha PJB
SOG પોલીસ દ્વારા અમરોલીથી 17લાખની ડુપ્લીકેટ નોટ ઝડપાઈ. આ પહેલા અમરોલી પોલીસે આ મામલે બનાવટી ચલણી નોટોનું રેકેટ ઝડપી પાડયું હતું. જે કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ તપાસમાં પોલીસ કમિશ્નર દ્વારા એસઓજીને પણ જોડવામાં આવી હતી. એસઓજીએ તપાસમાં વધુ એક બનાવટી ચલણી નોટ પ્રકરણ ઝડપી પાડ્યું છે. બનાવટી ચલણી નોટ પ્રકરણમાં વધુ એક આરોપીની ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં બનાવટી ચલણી નોટ પ્રકરણમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી નોટ છાપવામાં વપરાતા ત્રણ અલગ અલગ પ્રિન્ટર મશીન, લેપટોપ, 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર મોટી માત્રામાં કબ્જે કરવામાં આવ્યા છે. ભારતીય ચલણી નોટમાં વપરાતા બનાવટી તાર પણ મળી આવ્યા છે.

આ બાબતે સુરત પોલીસ કમિશર અજય કુમાર તોમરે જણાવ્યું કે, ગત 14 એપ્રિલના રોજ એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને માહિતી આપી હતી કે, અહીં શંકાસ્પદ પ્રવુતિ ઓ ચાલી રહી છે. કંટ્રોલ રૂમ દ્વારા અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી અને અમરોલી પોલીસ દ્વારા આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, ત્યાં એક ઇસમ જેઓનું નામ શાંતિલાલ મેવાડા જેઓ નકલી ભારતીય નોટો વેચવાનું કામ કરતા હતા. તેની ધરપકડ કરવામાં આવી હતી.

પૂછપરછ માં તેમના કાકાના દીકરા વિષ્ણુ મેવાડા આ બંને જણા મૂળ સુરજપૂર દેવગઢ તાલુકાના જિલ્લા રાજસામ રાજસ્થાનના છે. આ બંનેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું કે, આ બંને બેંગ્લોરથી આ નોટો લઈને આવે છે. જ્યાં તાત્કાલિક એસોજીની ટીમને મોકલવામાં આવ્યા હતા. અને ત્યાં આરોપી માઈકલની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ભારતીય બનાવટની 500ની કુલ 978 નોટો મળી આવી હતી. આ ત્રણે આરોપીઓને સુરત લાવી પૂછપરછ કરવામાં આવી હતી.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે , સુરત.




