અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરવાડી ગામની પ્રાથમિક શાળાની સામે આવેલ લીમડાના ઝાડ નીચે જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-12-at-1.32.18-PM-1024x555.jpeg)
પોલીસે સ્થળ પરથી રોકડા 3 હજાર અને એક ફોન તેમજ બે વાહનો મળી કુલ 1.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવા બોરભાઠા બેટના પંચાયતની બાજુમાં રહેતો જુગારી મનીષ ઈશ્વર પટેલ,લક્ષ્મણ સવજી પટેલ અને રવીન વસાવા,ભુપેન્દ્ર વસાવાને ઝડપી પાડ્યો હતો.