વર્તમાન સમયમાં દેશના ઘણા વિસ્તારોમાં કડકતી ઠંડી પડી રહી છે. શિયાળાની આ સિઝનમાં સૂર્યપ્રકાશથી ગરમી મેળવવી સહજ મૂશ્કેલ છે. નોંધનીય છે કે સૂર્યપ્રકાશની આપણા મન પર ઉંડી અસર પડે છે. યુરોપના ઘણા દેશોમાં જ્યાં સૂરજ કેટલાક દિવસો સુધી ઉગતું નથી અથવા ખુબ જ ઓછા સમય માટે ઉગે છે ત્યાં કેટલાક લોકો સિઝનલ એફેક્ટિવ ડિસઓર્ડર નામની બીમારી પીડાય છે. પરતું શું તમે જાણો છો કે સૂર્યના કિરણો આપણા માનસિક સ્વાસ્થ્ય માટે કેટલા જરૂરી છે. ચાલો જાણીએ આ અહેવાલમાં
કોરોના મહામારીના લોકડાઉનના સમયગાળામાં કેટલાક લોકોએ તણાવ અને સ્ટ્રેસનો સામનો કર્યો છે. જોકે ત્યારપછી લોકો તેમના માનસિક સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ થયા છે. સૂર્યપ્રકાશ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.
કેવી રીતે ફાયદાકારક છે સૂર્યપ્રકાશ?
સૂર્યપ્રકાશ સર્કેડિયન લયને સેટ કરવામાં મદદ કરે છે, જે સેરોટોનિન નામના હોર્મોનને પણ ટ્રિગર કરે છે. સેરોટોનિનથી વ્યક્તિનો મૂડ સુધારે છે, શાંતિ મળે છે અને ધ્યાનમાં વધારો થાય છે. તડકામાં બેસવાથી તણાવ, ઉદાસી, એકલતા દૂર કરવામાં મદદ મળે છે. જો વ્યક્તિને થાક, પ્રેરણાનો અભાવ અથવા આળસની સમસ્યા થાય છે, તો સૂર્યપ્રકાશમાં બેસીને આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
ઘરમાં લગાવો પેન્ટિંગ
કલર થેરાપી તણાવને ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. ઘરમાં મલ્ટીકલર્ડ પેન્ટિંગ લગાવી શકાય છે, જેને જોવાથી મનની શાંતિ જળવાઈ રહેશે
સૂર્યપ્રકાશમાંથી મળે છે વિટામિન-ડી
સૂર્યપ્રકાશ વ્યક્તિને વિટામિન D3 આપે છે. આ વિટામિન મૂડ નિયમનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેના શક્તિશાળી ઈન્ફ્રારેડ કિરણો બળતરા ઘટાડે છે, ઊંઘની પેટર્ન સુધારે છે અને સેરોટોનિન રિલીઝ થવાથી મૂડ સુધરે છે. સૂર્યપ્રકાશથી તણાવની સ્થિતિમાં રાહત મળે છે અને તેની શરીર પર સારી અસર થાય છે.