Published by: Rana kajal
સેલ્ફીની માંગના કારણે લગ્ન તૂટ્યા હોવાની ઘટના ઉત્તર પ્રદેશના પ્રતાપ ગઢમાં સર્જાઈ હતી એટલું જ નહી પરંતુ વરરાજાને ઝાડ સાથે બાંધી ફટકારવામાં પણ આવ્યો હતો…સેલ્ફીના કારણે લગ્ન તૂટી ગયા હોવાની આ ધટના અંગે વિગતે જોતા ઉત્તરપ્રદેશના પ્રતાપ ગઢમાં લગ્નની વિધી ચાલી રહી હતી તેવામાં વરરાજાના મિત્રોએ નવોઢા સાથે સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો હતો અને તે પણ નવોઢાને ચશ્મા પહેરાવીને સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો હતો. જે અંગે નવોઢાએ ના પાડતા વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. કન્યા પક્ષના લોકોએ વરને ઝાડ સાથે બાંધી ફટકાર્યો હતો. આખરે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે કન્યા પક્ષ દ્વારા લગ્નમાં થયેલ સાત લાખ રૂપિયાના ખર્ચની માંગ કરવામાં આવી છે