અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ ભાજપ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહિલા મોરચા દ્વારા જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પટેલ પ્રાથમિક શાળા ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં ૧૦૦ જેટલી બાળકીઓનું હિમોગ્લોબીન ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પનો બાળકીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં એ.આઈ.એના પ્રમુખ જશુ ચૌધરી,મહિલા મોરચા પ્રભારી રૂપલબેન,મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન, લેબ ટેકનીશીયન પી.જી.પટેલ અને મેહુલ પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એ.ટી.એમ ગર્લ્સ સ્કુલની વિદ્યાર્થીનીઓ માટે અંકલેશ્વરની જીનવાલા સ્કુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મ દિવસની ઉજવણી નિમિત્તે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં યશોદા લેબ દ્વારા ૨૦૦ જેટલી વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબીન ચેકઅપ કરી જરૂરી મેડીસીનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબા ચૌહાણ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.