Home Entertainment સોનમ કપૂરના નવા લુકથી ફેન્સ થયા દંગ, ફંકી ડ્રેસમાં લોકો થયા ઘાયલ….

સોનમ કપૂરના નવા લુકથી ફેન્સ થયા દંગ, ફંકી ડ્રેસમાં લોકો થયા ઘાયલ….

0

બોલીવૂડમાં જ્યારે પણ ફેશનની વાત કરવામાં આવે તો સોનમ કપૂરનું નામ પણ અગ્ર હરોળમાં લેવાય છે. સોનમ કપૂર તેની આગવી સ્ટાઈલમાં ન્યુ લૂકને કેરી કરવામાં એક્સપર્ટ છે. થોડા સમય પહેલા જ સોનમ કપૂરે પુત્રને જન્મ આપ્યો હતો. માતા બન્યા બાદ સોનમ કપૂર અને આનંદ આહૂજા પરિવારમાં ખુશીનો માહોલ બન્યો છે. માતા બન્યા બાદ સોનમ ધીમે ધીમે વર્કઆઉટ તરફ વળી છે. ફેશનના માટે અગ્ર રહેતી સોનમનો માતા બન્યા બાદ ફંકી ડ્રેસમાં જોઈને ફેન્સ પણ ઘાયલ થયા હતા. 20 ઓગસ્ટે સોનમે પુત્રને જન્મ આપ્યો હતો. દંપતીએ તેમના બાળકનું નામ વાયુ રાખ્યું છે. સોનમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પુત્રના ફોટો શેર કરતી રહે છે. ફેશનના મામલે હંમેશા આગળ રહેતી સોનમ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેના નવા લુકને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

  • એરપોર્ટ પર સ્પોટ થઈ સોનમ

સોનમ એરપોર્ટ પર એક ફંકી પ્રિન્ટેડ ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી. આ સાથે તેણે મેચિંગ જેકેટ અને બ્લેક ટ્રેન્ચ કોટ પહેર્યો હતો. હાઈ બ્લેક બૂટ, લેયર્ડ ચેન અને મેસી બનમાં સોનમ સ્ટાઇલિશ લાગી રહી હતી. અભિનેત્રીએ સનગ્લાસ પણ પહેર્યા હતા. સોનમ કપૂરે સાબિત કર્યું કે તેને ફેશનિસ્ટા કેમ કહેવામાં આવે છે. સોનમનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version