Home News Update Entertainment સોનમ કપૂરની નવી ફિલ્મ બ્લાઈન્ડ સીધી ઓટીટી પર રિલીઝ થશે…

સોનમ કપૂરની નવી ફિલ્મ બ્લાઈન્ડ સીધી ઓટીટી પર રિલીઝ થશે…

0

Published by : Rana Kajal

-મૂળ કોરિયન ફિલ્મ પરથી રિમેક બનાવાઈ છે

– અગાઉ થિયેટર રિલીઝ વિચારાઈ હતી પણ ફ્લોપ જવાની બીકે ઓટીટીને વેચી દેવાઈ

મુંબઇ : સોનમ કપૂરની ‘બ્લાઈન્ડ’ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે. તે થિયેટરમાં નિષ્ફળ જવાની બીકે હવે સીધી ઓટીટી પર રિલીઝ કરવાનું નક્કી કરાયું છે.  નિર્માતાઓએ આ ફિલ્મને  જુદાં જુદાં પ્લેટફોર્મ પર વેચવા પ્રયાસ કર્યા હતા. જોકે, નિર્માતા જે કિંમત માગતા હતા તે આપવા માટે મલ્ટીનેશનલ પ્લેટફોર્મ્સ તૈયાર ન હતા. માંડ માંડ એક ઓટીટી પ્લેટફોર્મ સાથે સોદો પાર પડતાં હવે ચાલુ વર્ષમાં ગમે ત્યારે આ ફિલ્મ રિલીઝ થશે.

આ ફિલ્મમાં સોનમ કપૂર ઉપરાંત પૂરબ કોહલી, વિનય પાઠક અને લિલેટ દુબે પણ છે. આ ફિલ્મ ૨૦૧૧ની કોરિયન ફિલ્મની સત્તાવાર રીમેક છે જેનું શિર્ષક પણ બ્લાઇન્ડ જ હતુ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version