Home Administration સોનાચાંદીના દાગીનાથી લઇ મોબાઈલ સુધીનો ચોરાયેલો સમાન પરત – ”તેરા તુજકો અર્પણ”…...

સોનાચાંદીના દાગીનાથી લઇ મોબાઈલ સુધીનો ચોરાયેલો સમાન પરત – ”તેરા તુજકો અર્પણ”… સુરત ઉમરા પોલીસે 13 લાખથી વધુનો મુદામાલ મૂળ માલિકોને પરત અપાવ્યો…

0

Published By : Disha PJB

સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ઓડીટોરીયમ હોલ ખાતે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉમરા પોલીસ મથકના 10 ગુનાના ભેદ ઉકેલી 13.20 લાખનો મુદામાલ કે જેમાં સોના ચાંદીના દાગીના, મોપેડ,મોબાઈલ સહીતનો મુદામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ યોગ્ય કામગીરી કરતી નથી, તેમજ પોલીસ મથકના વારંવાર ધક્કા ખાવા પડે છે તેવી એક માનસિકતા લોકોમાં હોય છે. પરંતુ સુરત પોલીસે લોકોની આવી માનસિકતા દુર કરી છે. સુરત પોલીસે અનેક ગુનાના ભેદ ઉકેલી લોકોનો સમાન તેમને પરત અપાવી રહી છે. ઘડિયાળ થી લઇ મોબાઈલ સહિતનો સામાન મૂળ માલિકને પરત કરાયો.

એટલું જ નહી તે સિવાય લોકોના ખોવાયેલા 2 લાખની કિમતના 20 મોબાઈલ પણ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોતાનો સામાન પરત મળતા લોકોએ પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ તેમજ ડીસીપી સાગર બાગમરે સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમની હાજરીમાં પોલીસ દ્વારા આ તમામ મુદ્દામાલ તેના મૂળ માલિકને સોંપવામાં આવ્યો હતો.

ભોગ બનનાર ફરિયાદી ધ્વનીબેન શાહે જણાવ્યું હતું કે અમારા ઘરમાં ચોરી થઇ હતી, કામવાળા સોનું ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી થયા બાદ અમે ચિંતામાં મુકાયા હતા. અમને ઘણા બધા લોકોએ કહ્યું હતું કે ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી તમારી કોઈ વસ્તુ હાથમાં આવશે નહી, તમારે પોલીસ મથકના ધક્કા ખાવા પડશે પરંતુ આખરે અમે પોલીસ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ નોંધાવ્યાના 1 મહિનાની અંદર જ અમને અમારી વસ્તુઓ પરત મળી ગયી છે. જે માઈન્ડ સેટ હતું કે પોલીસ કઈ કરવાની નથી તે બદલાયું છે. પોલીસે અમારી વાત શાંતિથી સાંભળી પણ હતી અને અમારી બધી વસ્તુ પણ અમને પરત મળી છે.

ઇનપુટ – જયેન્દ્ર પાંડે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version