Published by: Rana kajal
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ચાલી રહેલાં કોંગ્રેસના 85માં મહાસત્રમાં પાર્ટીની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજનીતિમાંથી સંન્યાસનો સંકેત આપ્યો છે. સોનિયાએ આજે સંબોધનમાં કહ્યું કે- ભારત જોડો યાત્રા સાથે મારો કાર્યકાળ પૂરો થઈ શકે છે.સોનિયાએ પહેલીવાર પાર્ટી અધ્યક્ષની ખુરશી સંભાળવાથી લઇને અત્યાર સુધી પોતાના ઉતાર-ચઢાવ અંગે વાત કરી છે. તેમણે કહ્યું- 1998માં જ્યારે હું પહેલીવાર પાર્ટી અધ્યક્ષ બની ત્યારથી લઇને આજ સુધી એટલે છેલ્લાં 25 વર્ષોમાં અનેક સારા અને ખરાબ અનુભવ થયા છે.
2004 અને 2009માં પાર્ટીનું પરફોર્મન્સ હોય કે પછી મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવવાનો મારો નિર્ણય હોય…તે વ્યક્તિગત રીતે મારા માટે સંતોષજનક રહ્યો હતો. તેના માટે પાર્ટી કાર્યકર્તાઓનો મને સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. જે વાતથી મને વધારે સંતુષ્ટિ છે, તે ભારત જોડો યાત્રા સાથે મારો સમયગાળો પૂર્ણ થઈ શકે છે. આ પાર્ટી માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક છે.