Home News Update Nation Update સોનિયા ગાંધીના મોદી સરકાર પર પ્રહાર….બંધારણીય સંસ્થાઓ ખતરામાં, દેશની એજન્સીઓ પર મોદી...

સોનિયા ગાંધીના મોદી સરકાર પર પ્રહાર….બંધારણીય સંસ્થાઓ ખતરામાં, દેશની એજન્સીઓ પર મોદી સરકારનો કબ્જો…

0

Published by : Vanshika Gor

રાયપુરમાં કોંગ્રેસના 85માં અધિવેશનને સંબોધિત કરતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર આકરા પ્રહારો કર્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારે એજન્સીઓ પર કબ્જો કરી લીધો છે. તેમને કહ્યું કે કોંગ્રેસે ભારતમાં લોકશાહીને મજબૂત કરી છે. તેની સાથે સાથે તેમને ભારત જોડો યાત્રાને ટર્નિગ પોઈન્ટ ગણાવી છે.

દેશમાં મહિલાઓ અને આદિવાસીઓની વિરૂદ્ધ ભેદભાવ
અધિવેશનને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ ભારત જોડો યાત્રા માટે રાહુલ ગાંધીને શુભેચ્છાઓ આપી. દેશમાં બંધારણીય મૂલ્યોને કચડી નાખવામાં આવી રહ્યા છે. બંધારણીય સંસ્થાઓ ખતરામાં છે. દેશની એજન્સીઓ પર સરકારનો કબ્જો થઈ ગયો છે. સોનિયા ગાંધીએ દેશમાં મહિલાઓ અને આદિવાસીઓની વિરૂદ્ધ ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો.અમે લોકોના સપના પૂરા કરીએ છીએ. અમારો રસ્તો સરળ નથી પણ અમે જરૂર જીતીશું.

error: Content is protected !!
Exit mobile version