કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ આવ્યા છે. શનિવારે પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સોનિયા અગાઉ 2 જૂને કોરોનાથી સંક્રમિત થયા હતા. આ પહેલા શુક્રવારે કોંગ્રેસના મહાસચિવ અજય માકન પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.
અગાઉ 2 જૂને પણ સોનિયા ગાંધી કોરોનાથી સંક્રમિત થતા. તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યાં તેમની હાલત ઘણી ખરાબ હતી. જ્યારે, બુધવારે પ્રિયંકા ગાંધી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. તેઓ પણ આઈસોલેશનમાં છે. આ પહેલા પણ પ્રિયંકા ગાંધી કોરોના સંક્રમિત થયા હતા. 3 જૂને તેમને કોરોના સંક્રમણ હોવાની પુષ્ટિ થઈ હતી.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસ, એક્ટિવ કેસ અને સંક્રમણના દરમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસોમાં છેલ્લા 24 કલાકમાં 4271 કેસ ઘટાડો જોવા મળ્યો છે. જો કે, છેલ્લા 24 કલાકમાં મહામારીને કારણે 68 મૃત્યુ નોંધાયા છે. તેમાં કેરળના 24 મૃત્યુનો પણ સમાવેશ થાય છે.