ખેતર છે તો સોપારી વાવો, ઓછી મહેનતમાં વર્ષો સુધી લાખોની કમાણી કરો ગુજરાતમાં પણ થઈ શકે છે સોપારીની ખેતી…
સોપારી આ નામ સાભળતા જ પૂજામાં વપરાતી સોપારીથી લઈને પાન મસાલા સુધીની તમામ વસ્તુઓ યાદ આવી જાય છે. સોપારીનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે. સોપારીમાં અનેક પ્રકારના ગુણ હોય છે. જેના કારણે બજારમાં તેની માંગ સતત રહે છે. તેવામાં સોપારીની ખેતી કરીને ખેડુતો લાખો રુપિયાની કમાણી કરી શકે છે સોપારી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ ધાર્મિક વિધિથી લઈને ખાવામાં અને દવા સહિતની વસ્તુઓમાં વપરાય છે. આ ખેતીનું એક બીજુ મહત્વનું પાસુ એ છે કે તેમાં સ્પર્ધા ખૂબ જ ઓછી છે. આખી દુનિયામાં સોપારીનું ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે. આંકડા મુજબ દુનિયામાં ઉપયોગમાં લેવાતી 50 ટકા સોપારી એકલા ભારતમાં ઉત્પાદિત થાય છે. સોપારીની ખેતી કોઈપણ પ્રકારની માટીમાં કરી શકાય છે. જોકે દોમટ ચીકણી માટી તેના માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. સોપારીના ઝાડ નારીયેળની જેમ 50-60 ફૂટ લાંબા થાય છે. એકવાર ઝાડ વાવ્યા પછી 7-8 વર્ષે તેમાં ફળ આવવાના ચાલુ થાય છે. જોકે એકવાર તેમાં ફળ આવવાના ચાલુ થાય એટલે અનેક દશકાઓ સુધી તેમાં ફળ આવતા જ રહે છે અને કમાણી થતી જ રહે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/download-87.jpg)
સોપારીની ખેતી માટે પહેલા તો બીજ દ્વારા તેના છોડ તૈયાર કરવા પડે છે એટલે કે નર્સરીની પદ્ધતિએ પહેલા ખેતીની શરુઆત કરવી પડે છે. આ માટે બીજને ક્યારીઓમાં તૈયાર કરવામાં આવે છે અને જ્યારે આ બીજ રોપનું સ્વરુપ લઈ લે છે ત્યારે તેને ખેતરમાં રોપવામાં આવે છે. જરુરી છે કે જ્યાં પણ સોપારીના રોપાને વાવો ત્યાં પાણી ભરાતું હોવું ન જોઈએ અને વહી જવું જોઈએ. પાણી યોગ્ય રીતે વહી જાય માટે નાની નાની નાળીઓ પણ બનાવી શકો છો. સોપારીની ખેતીની શરુઆત જુલાઈ મહિનામાં કરવી ઉત્તમ ગણવામાં આવે છે. ખાતર માટે તમે ગોબર અથવા કમ્પોસ્ટ ખાતર ઉપયોગમાં લઈ શકાય છે સોપારીના ઝાડ પર લાગેલા ફૂલોને ત્યારે જ તોડવા જોઈએ જ્યારે તેનો 75 ટકા ભાગ પાકી ગયો હોય. સોપારી બજારમાં ખૂબ જ સારી કિંમતે વેચાય છે. તેની ક્વોલિટી અનુસાર હોલસેલ બજારમાં પણ તેની કિંમત 400-700 રુપિયા કિલો આસપાસ રહે છે. તેવામાં જો એક એકરમાં પણ સોપારીની ખેતી કરવામાં આવે છે તો વર્ષમાં બંપર લાખોની કમાણી થાય છે. કેટલા ઝાડ વાવ્યા છે તેના આધારે તમારો નફો કરોડોમાં પણ પહોંચી શકે છે.