તાજેતરમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી વેરાવળ દ્વારા યોજાયેલ યુવા મહોત્સવ યોજાયો હતો જેમાં કુસ્તી,દોડ સહિતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિવિધ સંસ્કૃત યુનિવર્સીટીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભરૂચના તપોવન સંકુલ સ્થિત નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના સ્પર્ધાઓએ પણ ભાગ લીધો હતો.

૭૫ કિલો ગ્રામ કુસ્તી સ્પર્ધા અને ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં કિરણ કાનજી જોશીએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.જયારે સુભાષિત કંઠપાઠ અને સંસ્કૃત ગીત સ્પર્ધામાં માનવ વિપુલ વ્યાસએ પ્રથમ ક્રમ સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો જયારે વોલીબોલ,બેડમિન્ટન અને કબડ્ડી સહિતની રમતમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા સહીત જીલ્લાનું નામ રોશન કર્યું હતું જે બદલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા તમામ રમતવીરોને અભિનંદન પાઠવ્યા છે.