Published by : Rana Kajal
પ્રથમ ટ્વિટર બ્લુ પ્લાન માટે દર મહિને 8 ડોલર અથવા વાર્ષિક 84 ડોલર ખર્ચ કરવા પડતા હતા. જેમાં સબસ્ક્રિપ્શન આધારિત ટ્વિટર બ્લુની સાથે બ્લુ ટિક પણ મળતુ હતું. બ્લુ ટિક માટે પેમેન્ટ કરનાર યુઝરના એકાઉન્ટની સામે વેરિફિકેશન ટિક આવી રહી છે. મસ્ક સત્તામાં આવતાની સાથે જ સિસ્ટમ બદલાઈ ગઈ છે. બ્લુ ચેક હવે ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શનનો એક ભાગ છે જે તેના માટે ચૂકવણી કરનાર કોઈપણને અન્ય લાભો સાથે બ્લુ ટિક્સની ઍક્સેસ આપે છે.પરતું હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે તેના યુઝર્સને ઝટકો આપ્યો છે. કંપનીએ યુઝર્સ માટે બ્લુ ટિકની કિંમતમાં વધારો કર્યો છે. હવેથી એન્ડ્રોઇડ યુઝર્સને દર મહિને 11 ડોલર ખર્ચવા પડશે. એટલે કે વર્ષના લગભગ 132 ડોલર ચૂકવવા પડશે. આ પ્લાન હાલમાં અમેરિકા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, જાપાન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા માટે લાગુ કરવામાં આવ્યો છે.